એલચીને આ રીતે ખાવાથી દિમાગ બની જાય છે કોમ્પ્યુટરની જેમ તેજ.

0
24686

ભારત દેશની અંદર મોટેભાગે એલચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકો રસોઈ ની અંદર પણ એલચીનો ઉપયોગ કરતા હોય છે. મોટેભાગે અમુક પ્રકારની મીઠાઈઓ જેવી કે હલવો અને ખીર ની અંદર એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એલચી બે પ્રકારની હોય છે. એક નાની એલચી હોય છે, જે તમારા સ્વાદને વધારે છે, અને સાથે સાથે એકદમ સુગંધી પણ હોય છે. સાથે-સાથે બીજા પ્રકારની એલચી મોટી એલચી હોય છે. હકીકતમાં તે એક મસાલો છે જેને વઘાર કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.

એલચી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. આયુર્વેદ શાસ્ત્રોની અંદર પણ એલચીને કારણે આપણા સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું છે. એલચી ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો પૂરા પાડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે એલચીનું સેવન કરવાના કારણે તમને કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

એલજી થી તમારું મગજ બને છે મજબૂત.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે એલચીનો ઉપયોગ તમારા મગજને મજબૂત કરાવવા માટે પણ કરી શકાય છે. જો એલચીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારી યાદશક્તિ વધી શકે છે. સાથે-સાથે એલચીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના કારણે તમારી સોચવા, સમજવાની શક્તિ પણ બે ગણી થઈ જાય છે. આ નુસખાને તૈયાર કરવા માટે 3 બદામ, 3 પિસ્તા અને 4 એલચીને ભેળવી બરાબર પીસી લો. ત્યારબાદ આ મિશ્રણને એક ગ્લાસ દૂધની અંદર નાખી દો, અને દૂધને ગરમ કરવા માટે રાખી દો. જ્યારે દૂધ ઉકળીને અડધા માત્રા ની અંદર રહી જાય ત્યાં સુધી તે દૂધને ઉકાળો. ત્યારબાદ તે દૂધની અંદર સાકર ભેળવી અને તેને પી જાવ. આ નુસખો મોટા વ્યક્તિઓની સાથે-સાથે નાના બાળકોના મગજને પણ સતેજ કરે છે અને તેની યાદશક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

એલચી ખાવાના અન્ય ફાયદાઓ

પાચનતંત્રને મજબૂત કરવા :-

તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે આપણા ઘરે કોઈ પણ મહેમાન સાંજે જમવા આવે છે ત્યારે જમ્યા બાદ તેને એલચી આપવામાં આવે છે, ઘણી વખત હોટેલોમાં પણ જમ્યા બાદ પીરસવામાં આવતા મુખવાસ ની અંદર એલચીનો ઉપયોગ કરવામાં આવે છે, શું તમને ખબર છે આવું શા માટે કરવામાં આવે છે? જમ્યા બાદ એલચીનું સેવન કરવાના કારણે તે તમારી પાચનશક્તિને તેજ બનાવી દે છે, અને તમે જમેલો ખોરાક પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જમ્યા બાદ એલચીનું સેવન કરવાના કારણે તમને પેટને લગતી અનેક પ્રકારની બીમારીઓ જેવી કે કબજિયાત, એસીડીટી, પેટની અંદર થતી બળતરા, પેટની અંદર થતા દુખાવા જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે-સાથે તમારા ગળાની અંદર અથવા તો છાતીની અંદર થતી બળતરામાં પણ રાહત મળે છે.

કઈ રીતે કરશો સેવન

એલચીનું સેવન કરી તમારા પાચનતંત્રને મજબૂત કરવા માટે તેમે એલચીનો એક ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે આદુનો એક નાનો ટુકડો સુકવી લો. ત્યારબાદ બે લવિંગ, 3 એલચી અને એક ચમચી ધાણા લઈ આ બધી જ વસ્તુને બરાબર ભેળવી લો, અને મિક્સર ની અંદર ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. હવે આ ચૂર્ણને દરરોજ સવાર-સાંજ જમ્યા બાદ લો. આમ કરવાથી તમારા પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

બ્લડપ્રેશરની સમસ્યા

જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ એલચીનું સેવન દરરોજ કરવું જોઈએ. કેમ કે, એની અંદર રહેલ પોટેશિયમ અને ફાઇબર તમારા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરદી ઉધરસ

શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ થવી એ સામાન્ય બાબત છે. આવી પરિસ્થિતિ ની અંદર જો સવાર-સાંજ ખાલી પેટ એકથી બે એલચી ખાઈ અને માથે પાણી પી લેવામાં આવે તો તેના કારણે તમારી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જાય છે, અને સાથે સાથે તમારા ગળાની અંદર થતી બળતરા પણ ઓછી થઈ જાય છે.

આમ એલચીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારું છે જ પરંતુ સાથે સાથે એલચીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણું મગજ પણ એકદમ સતેજ બને છે, અને સાથે સાથે આપણી યાદશક્તિ પણ વધે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here