જાણો ખાટલા ઉપર સુવાના અદભુત ફાયદા એટલા માટે જ ઓસ્ટ્રેલિયામાં વેચાય છે આટલી ઉંચી કિંમતે

0
14576

તાજેતરમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ની અંદર ડેનિયલ નામનો એક વ્યક્તિ ભારતની અંદર બનાવવામાં આવેલા દેશી ખટલાને અંદાજે 990$ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે જો તેની ભારતીય કિંમતની વાત કરવામાં આવે તો અંદાજે ~52,000 રૂપિયાની અંદર વેચે છે. ભારત દેશની અંદર આજે ખાટલા ને જૂની ફેશન માની અને લોકોએ વપરાશ કરવાનું બંધ કરી દીધું છે.

ભારત દેશની અંદર આપણા પૂર્વજો મોટેભાગે સુવા માટે ખાટલા નો ઉપયોગ કરતા હતા. આપણા પૂર્વજોને પણ લાકડાના પાટિયા બનાવી તેમાંથી ડબલ બેડ બનાવતા નહિ આવડતું હોય? ડબલ બેડ બનાવવું એ કોઈ રોકેટ સાયન્સ નથી. કોઈપણ વ્યક્તિ આવો ડબલ બેડ બનાવી શકે છે. પરંતુ સુવા માટે ખાટલા નો ઉપયોગ એ આપણા પૂર્વજોને સર્વોત્તમ શોધ માની એક શોધ છે. ખાટલા ની અંદર કોઈપણ જાતની સાયન્સ નથી. આમ છતાં ખાટલો બનાવવા માટે તમારે વિશિષ્ટ કળા ની જરૂર પડે છે, અને તેની અંદર ખાટલો ભરવા માટે પણ તમારા મગજ નો ઉપયોગ કરવો પડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે હકીકતમાં ખાટલાની અંદર સુવાના કારણે આપણને કયા પ્રકારના ફાયદા થાય છે.

જ્યારે આપે રાત્રે સુતા હોઈએ ત્યારે આપણને માથા અને પગ ની સરખામણીમાં આપણા પેટ ને વધારે લોહીની જરૂર પડતી હોય છે. કેમ કે, સામાન્ય રીતે મોટાભાગના લોકો જમ્યા પછી સૂવાનું પસંદ કરતાં હોય છે, અને જમ્યા બાદ સૂતી વખતે આપણા પેટમાં પાચનક્રિયા શરૂ થતી હોય છે. આથી જ આપણે સૌથી વધુ લોહી ની જરૂર પડતી હોય છે, અને આથી જ જમ્યા બાદ ખાટલામાં સુવાના કારણે આપણું પેટનો ભાગ નીચે તરફ ઝૂકેલો રહે છે. જેથી કરીને આપણા પેટ ને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને આથી જ તે આપણા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.

એક રીતે જોવામાં આવે તો અત્યાર સુધીની દરેક આરામ ખુરશી ની અંદર ખાટલા ની જેમ વચ્ચેથી જોલી બનાવવામાં આવેલી હોય છે. નાના બાળકો ને સુવા માટે બનાવવામાં આવેલ પારણામાં પણ કપડાની જોડી નો ઉપયોગ કરવામાં આવે છે. ખાટલામાં સુવાના કારણે આપણને કમરના દુખાવા અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.

અત્યારે મોટાભાગના ઘરની અંદર સુવા માટે ડબલ બેડનો ઉપયોગ કરવામાં આવે છે. ડબલ બેડ નીચે સામાન્ય રીતે કાયમી માટે અંધારું રહે છે. આથી જ આ જગ્યાએ રોગ અને કીટાણું ઉત્પન્ન થાય છે. જો બેડ ની નીચે દરરોજ સાફ સફાઈ કરવામાં આવે તો તેના કારણે ત્યાં વિવિધ પ્રકારના રોગ થઈ શકે છે. પરંતુ જો સુવા માટે ખટલાનો ઉપયોગ કરવામાં આવે તો સવાર પડતા જ તે ખાટલા ને ઉભો કરી દેવામાં આવે છે, અને આથી તેના નીચેના ભાગે સારી રીતે સાફ સફાઈ પણ થઈ શકે છે. સાથે-સાથે ખાટલા ને તમે કોઈપણ જગ્યાએ હેરવી ફેરવી શકો છો. આથી જ તેને તડકામાં રાખવાથી ખાટલાની અને કોઈપણ જાતના જીવ-જંતુ હોય તો તે પણ નાશ પામે છે, અને માકડ જેવી સમસ્યા પણ થતી નથી.

ખેડૂતો માટે ખટલો બનાવો ખૂબ જ સસ્તો પડે છે. કેમકે, આ ખાટલો બનાવવા માટે તેને મિસ્ત્રીને નજીવી મજુરી જ આપવી પડે છે. ખેડૂતોને કપાસ ઘરનો હોય છે, આથી તે તેમાંથી પોતાના માટે દોરી બનાવી લે છે, અને પોતાના માટે ખાટલો પણ બાંધી શકે છે. સામાન્ય રીતે ખેડૂતો આ ખાટલો બીજા લોકોને આપે તો પણ તે વ્યક્તિને બે હજારથી વધુ ખર્ચ થતો નથી.

 

આજના સમયમાં હજુ પણ ઘણી જગ્યાએ આ રીતે ખાટલા નો ઉપયોગ થતો જોવા મળે છે. પરંતુ પહેલાના સમયમાં કપાસ અને નારીયલ માંથી બનતી દોરી નો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જગ્યાએ આજે પ્લાસ્ટિકની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ખાટલા ની અંદર સુવું એટલું બધું કમ્ફર્ટેબલ રહેતું નથી, અને તેની અંદર સુવાની મજા આવતી નથી, અને આથી જ લોકો 2000 રૂપિયાના ખાટલા પર સૂવાથી હજારો રૂપિયાની દવા અને ડોક્ટર ના ખર્ચ થી બચી શકે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here