અખરોટ ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ શરૂ કરી દેશો ખાવાનું.

0
9173

આપણે દરેક લોકો અખરોટને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. મોટાભાગના લોકો તેને ડ્રાયફ્રુટ તરીકે ઉપયોગ કરતા હોય છે, અને અખરોટ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે અખરોટ ના ઝાડ બે પ્રકારના હોય છે. એક જંગલી અખરોટ હોય છે, જે જંગલની અંદર મોટેભાગે સોથી બસો ફુટની ઊંચાઈના ઝાડ ઉપર થતા હોય છે. જ્યારે બીજા બાગાયતી અખરોટના ફ્રુટ હોય છે, જે સામાન્ય રીતે ૪૦ થી ૯૦ ફૂટની ઊંચાઈ ના ઝાડ ઉપર હોય છે. સામાન્ય રીતે તેનું ઉપરનું આવરણ ખૂબ પાતળું હોય છે, અને આથી જ તેને કાગજી અખરોટ પણ કહેવામાં આવે છે. અખરોટ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે. તેનું સેવન કરવાના કારણે તમારા હદય અને મસ્તિષ્ક ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત તે વાત-પિત્ત, ટી બી, હદયરોગ અને શરીરમાં થતી બળતરાને દૂર કરવામાં ઉપયોગી થાય છે.

અખરોટ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે. તેનું સેવન કરવાના કારણે તમારા હદય અને મસ્તિષ્ક ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.

અખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે વ્યક્તિનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ઓમેગા થ્રી ફેટી એસિડ અને એંટી ઓક્સીડેંટ હોય છે. જેનું રેગ્યુલર રીતે સેવન કરવાના કારણે તે તમારા મગજને શાર્પ બનાવી દે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે અખરોટનું સેવન કરવાના કારણે તમને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે.

અખરોટના સેવનથી થતાં ફાયદાઓ

અનિદ્રાની સમસ્યામાં

અખરોટ ની અંદર મેલાટોનિન નામનું એક દ્રવ્ય મળી આવે છે. જે આપણી ઊંઘ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આથી જ તેનું સેવન કરવાના કારણે લોકોને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.

ડાયટિંગ કરતા લોકો માટે

અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં ફેટ અને કેલેરી હોય છે. આથી જ ડાયટિંગ કરતા લોકો માટે અખરોટ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે, અને સાથે સાથે તમારું શરીર એનર્જી ફૂલ પણ રહે છે.

હદયને સ્વસ્થ રાખે છે

અખરોટનું સેવન આપને હદય ને લગતી અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અખરોટનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે. જેથી કરીને વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે. આથી જ વ્યક્તિનું હદય સ્વસ્થ રહે છે.

કોલેસ્ટ્રોલને દૂર કરવા

અખરોટ ની અંદર ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. જે શરીરની અંદર રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી દે છે. સાથે સાથે તે પિત્તાશયની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

વાતના રોગોમાં

જો 10 થી 20 ગ્રામ જેટલા અખરોટને પીસી લઈ અને દુખાવાની જગ્યાએ લગાવવામાં આવે અને ત્યારબાદ ગરમ ઈંટ દ્વારા તે જગ્યાએ શેક કરવામાં આવે તો કોઈપણ જગ્યાએ થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

સોજામાં

અખરોટના 10થી 40 એમ એલ જેટલા તેલને 250 મિલી લિટર ગૌમૂત્ર ની અંદર ભેળવી પીવાથી શરીરમાં થતા કોઈપણ પ્રકારના સોજામાં રાહત મળે છે.

ધાધરમાં

સવારમાં ઉઠ્યા બાદ વાસી મોઢે પાંચથી દસ ગ્રામ જેટલા અખરોટ ચાવી અને ત્યારબાદ તેનો લેપ લગાવવાથી ધાધરની સમસ્યામાંથી છુટકારો મળે છે.

અફીણના ઝેરમાં 

માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ જેટલા અખરોટના ફળ ખાવાના કારણે અફીણનું ગમે તેવું ઝેર ચડ્યું હોય અથવાતો નશો ચડ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે.

કબજિયાતમાં

અખરોટની છાલ ને ઉકાળીને પીવાના કારણે કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

ઝાડા ઉલ્ટીમાં

અખરોટને પીસી લઈ અને ત્યારબાદ પાણી સાથે ભેળવી નાભિની આસપાસ લગાવવાના કારણે પેટમાં આવતી વિટ અને ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે.

હરસમાં

અખરોટના છાલની ભસ્મની અંદર 36 ગ્રામ ગુરુચ મેળવી અને દરરોજ સવાર-સાંજ ખાવાથી હરસ જળમૂળમાંથી નાશ પામે છે.

બંધ માસિક ધર્મ શરુ કરવા

અખરોટની છાલ, મૂળાના બી, ગાજરના બી, વાવડિંગ, અમલતાસ, અને કલેવારનો ગરીભલો આ બધી જ વસ્તુને છ છ ગ્રામ માત્રા ની અંદર લઈ બે લીટર પાણીની અંદર બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ ભેળવી દો, અને તે પાણીને ૫૦૦ એમએલ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ૫૦ ગ્રામની માત્રામાં સવાર-સાંજ પીવામાં આવે તો બંધ માસિક ધર્મ ફરીથી શરુ થઈ જાય છે.

આર્ટિકલ પસંદ આવ્યો તો અચૂક શેર કરો આ માહિતીને.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here