રાત્રે બે એલચી ખાઈને પી લો એક ગ્લાસ ગરમ પાણી પછી જુઓ કમાલ.

0
16012

એલચી જોવામાં જેટલી નાની હોય છે ગુણમાં તેટલી જ મોટી હોય છે. એલચી માત્ર તમારા ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ એક સર્વોત્તમ ઔષધ સાબિત થાય છે. મોટાભાગના ભારતીય ઘરની અંદર એલચી જોવા મળે છે. એલચીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સામાન્ય રીતે એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે દરરોજ સાંજે સૂતી વખતે જો બે એલચી ખાય અને એક ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાના કારણે કયા ફાયદા થઈ શકે છે.

નાની એલચીનું સેવન કફ, ઉધરસ, શ્વાસની બીમારી, હરસ અને પેસાબ ની અંદર થતી બળતરા જેવી સમસ્યાઓ નો નાશ કરે છે. એલચી નો સ્વાદ અને સુગંધ તમારા મનને પ્રસન્ન કરી દે છે. તે તમારા હૃદયની અંદર અને ગળાની અંદર રહેલા વિકારોને દૂર કરે છે, અને તમારા હદયને બળવાન બનાવે છે. એલચીનું સેવન તમારા મોં ની દુર્ગંધ દૂર કરે છે, સાથે સાથે ઊલટી અને જીવ મચલાવા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવે છે.

તેવી જ રીતે નાની એલચી ની જેમ જ મોટી એલચી પણ ગુણકારી હોય છે. તેનું સેવન કરવાના કારણે તમને કમળો, અપચો, છાતીમાં બળતરા, પેટ દર્દ, ઉબકા, એડકી, દમ, પથરી તથા સાંધાના દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જો આપણે દરરોજ બે એલચી ખાઈ અને ઉપરથી ગરમ પાણી પીએ તો તેના કારણે આપણને કબજિયાતની સમસ્યા રહેતી નથી. આમ કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત બને છે, અને સાથે-સાથે તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જતો હોય છે. જેથી કરીને તમને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. આથી જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ રાત્રે સૂતી વખતે 2 એલચી ખાય અને માથે ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

નાની એલચી ખાવાના કારણે તમારું વીર્ય ઘાટું થાય છે. રાત્રે સૂતી વખતે બે એલચી ખાઈ અને માથે ગરમ પાણી પીવાના કારણે જે વ્યક્તિનું એકદમ વીર્ય પાતળું હોય તે વ્યક્તિનું વીર્ય ઘટ્ટ થઈ જાય છે, અને વીર્યને લગતા બધા જ વિકારો દૂર થઈ જાય છે. ચહેરા પર થતા ખીલ ને દૂર કરવા માટે પણ આ નુસખો ખૂબ લાભકારી સાબિત થાય છે. આ નુસખાનો ઉપયોગ કરવાના કારણે તમે તમારા ચહેરા પર થતા ખીલને જડમૂળમાંથી દૂર કરી શકો છો, અને સાથે સાથે વાળને લગતા દરેક રોગોમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

વિવિધ રોગમાં ઉપચાર :-

આંખોમાં બળતરા

એલચીના દાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને પીસી લો. ત્યારબાદ ચાર ગ્રામ જેટલાં ચૂર્ણને એરંડિયાના તેલ સાથે ભેળવી અને તેનું સેવન કરો. આમ કરવાથી તમારા મસ્તિસ્ક અને આંખોને ઠંડક મળે છે અને તમારા આંખોની રોશની તેજ થાય છે.

સ્વપ્નદોષમાં

આમળાના રસની અંદર એલચીના દાણા અને ઈસબગુલને બરાબર માત્રામાં ભેળવી લઈ, દરરોજ સવાર-સાંજ એક-એક ચમચી સેવન કરવાથી સ્વપ્નદોષની સમસ્યામાંથી રાહત મળે છે.

કફ

કફની સમસ્યા દૂર કરવા માટે એલચીના દાણા ને સિંધવ નમક, ઘી અને મધ સાથે ભેળવીને પીવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.

વીર્યવર્ધક

એલચીના દાણા ને જાવિત્રી, બદામ અને ગાયના માખણ તથા સાકરની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે તમારું વીર્ય મજબૂત બને છે.

પેશાબમાં થતી બળતરા માટે

એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.

મોં ના રોગોમાં

એલચીના દાણાનું ચૂર્ણ અને શેકેલી ફટકડીના ચૂરણને બરાબર ભેળવી લઈ મોંમાં રાખી અને તેની લાળ પાડતા રહો. ત્યારબાદ સાફ પાણીથી કોગળા કરી લો. દરરોજ ચાર થી પાંચ વખત આ રીતે કરવાથી મોની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઉલ્ટીમાં 

એલચીની છાલને બાળી તેની રાખમાં મધ ભેળવીને ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે. ચાર ચપટી એલચી ના ચૂર્ણ અને અડધા કપ દાડમના રસમાં ભેળવીને પીવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થઈ જાય છે.

કોલેરામાં

પાંચથી દસ ટીપાં એલચી નો રસ ઉલટી, ઝાડા અને કોલેરાની સમસ્યામાં લાભકારી હોય છે. 10 ગ્રામ એલચી ને એક કિલો પાણી ની અંદર ઉમેરી તેને બરાબર પકાવી લો, અને જ્યારે માત્ર 250 જેટલું પાણી રહી જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લો. ત્યારબાદ આ પાણી ના બે બે ઘૂંટડા થોડી થોડી વખતે પીધા કરો આમ કરવાથી કોલેરા જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here