શિયાળામાં ડ્રાય સ્કીન વાળા લોકો આ રીતે રાખો તમારી ત્વચાની સંભાળ.

0
15899

આપણી ત્વચા ઉપર અનેક એવા નાના નાના છિદ્રો રહેલા હોય છે. જેના દ્વારા આપણી ત્વચા શ્વાસ લેતી હોય છે. જ્યારે આપણી ત્વચા પરના આ નાના છિદ્રો બંધ થઈ જાય છે, ત્યારે આપણી ત્વચાને શ્વાસ લેવામાં તકલીફ પડે જ છે. પરંતુ સાથે સાથે તેની અંદરથી નીકળતા પરસેવામાં પણ અડચણ પણ થાય છે. શિયાળાની અંદર ત્વચાની શુષ્કતા ખૂબ જ કષ્ટદાયક હોય છે, જેને ડ્રાઈ સ્કિનની સમસ્યા કહેવામાં આવે છે.

જે લોકોને આવી ડ્રાય સ્કિનની સમસ્યા હોય તેવા લોકોને વારંવાર કોલ્ડ ક્રીમ અને વિવિધ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી પડતી હોય છે. ઘણી વખત આવું કરવા છતાં પણ ત્વચાની અંદર રહેલી શુષ્કતા દૂર થતી નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારી આ શુષ્ક ત્વચાની સમસ્યા માંથી મેળવી શકો છો છુટકારો. તો ચાલો જાણીએ આ ઉપાય.

ત્વચા રોગના ઉપચાર

જો કોઈ પણ વ્યક્તિને ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા થઇ હોય તો તે વ્યક્તિએ પોતાના નહાવાના સાબુથી માંડી પોતાના શરીર ઉપર લગાવવાની બધી જ વસ્તુઓને બંધ કરી દેવી જોઈએ. નહાવાના સાબુની જગ્યાએ સ્નાન કરતી વખતે ભીનું કપડું લઇ ધીમે ધીમે તમારા શરીર ઉપર રગડવું જોઈએ. આમ કરવાથી તમારા ત્વચા ના છિદ્રો ખૂલી જાય છે અને તમારી ત્વચાને નવો ઓક્સિજન મળે છે. જે ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત  થાય છે. આ ઉપરાંત તમે અઠવાડિયે એક વખત હર્બલ સાબુનો ઉપયોગ કરી શકો છો.

ત્વચાના રોગો માટે માટી

ભીના ટુવાલ ના ઉપાય દ્વારા તમારા ત્વચાની સમસ્યામાં ઘણી રાહત રહે છે. પરંતુ જો તમારી સમસ્યા ખૂબ જૂની હોય અને તમે ઝડપથી તેને ઠીક કરવા માગતા હો તો તમે તે જગ્યાએ ભીની માટીનો લેપ પણ કરી શકો છો. આમ કરવા માટે માટી ને બરાબર સાફ કરી ત્યારબાદ તમારા શરીર ઉપર લગાવવી જોઈએ. તેમાં પણ ચીકણી અને પીળા કલરની મુલતાની માટી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી તમારી ત્વચા ઉપર રહેલી બધી જ ગંદકી દૂર થઈ જાય છે અને તમારી ત્વચાને કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટ પણ થતી નથી.

માટીનો ઉપયોગ

જો ત્વચાની સમસ્યા સમગ્ર શરીરની અંદર હોય તો આખા શરીર ઉપર આ માટીનો લેપ કરવો જોઈએ. લેપ કર્યા બાદ થોડી વખત તડકાની અંદર બેસવું જોઈએ. આમ કરવાથી તમારા ત્વચાની સમસ્યા ઝડપથી ઠીક થઈ જાય છે. તડકા ની અંદર થોડીવાર બેસ્યા બાદ તમારા ત્વચા ઉપર રહેલી બધી જ માટી ને બરાબર ઘસીને સાફ કરી લેવી જોઈએ. માત્ર બેથી ચાર વખત આ ઉપાય કરવાથી તમારા ત્વચામાં રહેલા દરેક પ્રકારના રોગો દૂર થઈ શકે છે.

ત્વચા સંબંધી આ સમસ્યાઓને દૂર કરવા માટે તમે જે ઉપાયો અપનાવી રહ્યા છો તેની સાથે સાથે હંમેશાં એ માટે એ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ વધારે તીખું, મસાલાવાળું, અથાણું અને તળેલી વસ્તુઓ તથા બજારમાંથી મળતી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેની જગ્યાએ લીલા શાકભાજી મોસમી ફળો અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.

આમ આ ઉપાયો દ્વારા તમે પણ તમારી શુષ્ક ત્વચાની સમસ્યામાંથી કાયમી માટે મેળવી શકો છો છુટકારો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here