સવારના નાસ્તામાં કેળા ખાવાથી મળે છે આ બે ચમત્કારી ફાયદાઓ.

0
14669

સામાન્ય રીતે કેળાની અંદર ત્રણ પ્રકારની પ્રાકૃતિક સુગર સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ મળી આવે છે. વૈજ્ઞાનિક રીસરચો ઉપરથી જાણવા મળ્યું છે કે જો દરરોજ સવારમાં 2 કેળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણને આખો દિવસ કાર્ય કરવાની ઉર્જા મળી રહે છે અને આ વાતની પુષ્ટી એ વાત પરથી કરી શકીએ છીએ કે આખા વિશ્વના મોટા ભાગના ખેલાડીઓ પોતાના ડાયટ ની અંદર હંમેશાને માટે કેળાનો ઉપયોગ કરે છે. કેળાનું સેવન કરવાના કારણે માત્ર ઉર્જા જ નથી મળતી પરંતુ સાથે સાથે તેના કારણે ખેલાડીઓ કાયમી માટે ફીટ પણ રહી શકે છે.

બાળકોમાં અસ્થમા અને કેળા

આજના સમયમાં નાના નાના બાળકોને પણ અસ્થમાની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યા થવા પાછળનું મુખ્ય કારણ છે પ્રદૂષિત વાતાવરણ. કહેવાય છે કે આજનું વાતાવરણ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને ઘણી વખત માતા પોતાના બાળકને સ્તનપાન ન કરાવતી હોવાના કારણે પણ બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેને આવા પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. અસ્થમાને સામાન્ય રીતે એક પ્રકારની શ્વાસ સંબંધી સમસ્યા સર્જાય છે. જેના કારણે બાળકો ને શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ પડતી હોય છે. જેથી કરીને બાળકોના શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી.

લંડનની એક યુનિવર્સિટી દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે કે જો બાળકોને દરરોજ માત્ર એક કેળું આપવામાં આવે તો તેના કારણે 34 ટકા અસ્થમાને ઓછો કરી શકાય છે. જે બાળકો કેળા ખાવાનું પસંદ નથી કરતા તેવા બાળકોને કેળાં અને દહીંની અથવા તો કેળા અને દૂધ ની સ્મુથી પણ બનાવી ને આપી શકાય છે. આમ કરવાથી બાળકોને ઘણો એવો ફાયદો થાય છે.

 

કેળાના અન્ય ફાયદાઓ

દૂધની સાથે કેળા અને મધ ભેળવીને પીવામાં આવે તો તેના કારણે અનિદ્રાની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. સાથે-સાથે તે તમારા શરીરની સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે.

સવારના નાસ્તામાં કેળા ખાવાના કારણે શરીરની ઊર્જા વધે છે અને સાથે સાથે શરીરને જરૂરી એવી બધી જ સુગર ગ્લુકોઝ મળી રહે છે. જો વ્યક્તિઓ સમયના અભાવના કારણે જમી નો શકતા હોય તેવા વ્યક્તિઓ કેળાનું સેવન કરે તો તેના કારણે તેને કાર્ય કરવાની ઉર્જા મળી રહે છે.

એવા વ્યક્તિઓ કે જે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોય કેળુ ખાવાના કારણે તેને ડિપ્રેશનની સમસ્યા માંથી થોડે ઘણે અંશે રાહત મળે છે. કેળા ની અંદર એક પ્રકારનું દ્રવ્ય હોય છે જે તમારા શરીરની અંદર કેમિકલ પરિવર્તન કરે છે અને તમારું મન પ્રસન્ન કરી તમારા માનસિક તણાવને દૂર કરે છે. જેથી જ કેળાનું સેવન તમારા મૂડને સુધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.

૨ મધ્યમ આકારના કેળા ની અંદર એક બ્રેડ જેટલું ફાઇબર હોય છે. જે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. આ ઉપરાંત કેળાનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલો કચરો પણ દુર થાય છે અને સાથે સાથે તમને અને પ્રકારના વિટામિન્સ અને પ્રોટીન મળી રહે છે.

કેળા ની અંદર પૂરતી માત્રામાં આયરન હોય છે જે તમારા શરીરની અંદર હિમોગ્લોબીન માં વધારો કરે છે. આથી જ  એનિમિયા થી પીડાતા લોકો માટે કેળા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત કેળા ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે તમારા શરીરની માનસિક શક્તિ વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. જો બાળકોને સવાર સવારમાં નાસ્તામાં કેળા આપવામાં આવે તો તેના કારણે બાળકોની યાદશક્તિ વધી જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ માત્રામાં વિટામિન્સ અને પ્રોટીનની જરૂર હોય છે આવી પરિસ્થિતિની અંદર જો મહિલાઓને કેળાનું સેવન કરાવવામાં આવે તો તેના કારણે તેના શરીરને જરૂરી એવા બધા જ  પોષક તત્વો તેમાંથી મળી રહે છે.

આમ જો સવારના સમયમાં દરરોજ બે કેળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને આખો દિવસ કાર્ય કરવાની ઉર્જા મળી રહે છે. સાથે-સાથે તમને અને પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. આથી જ હંમેશાં ને માટે આપણા ડાયટ ની અંદર કેળા ને ઉમેરવા જોઈએ.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Born Pedia દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

■ ભૂલથી પણ ન પીવું જોઈએ ફ્રીજનું પાણી, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.

■ પ્રેગ્નન્સી દરમ્યાન તુલસીનું સેવન અવશ્ય કરો, થશે આ અનેક ફાયદાઓ.

■ અખરોટ ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ શરૂ કરી દેશો ખાવાનું

■ આ રીતે કરો જીરૂનો પેટની દરેક બીમારીઓ, લોહીની ઉણપ, કબજિયાત થશે દૂર, તેમજ શુગરનું લેવલ જાળવી રાખશે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here