આ છે અસ્થમા અને શ્વાસની બીમારીઓ માટેના 7 રામબાણ નુસખા

0
3607

આજના સમયમાં પ્રદુષિત વાતાવરણના કારણે મોટાભાગના લોકોને શ્વાસને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તેમાં પણ દમની સમસ્યા એ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. આવા દર્દીઓને સ્વાસ લેવાનો અને શ્વાસ છોડવામાં તકલીફ પડતી હોય છે. આવા દર્દીઓને શ્વસન પ્રણાલીની અંદર સોજો આવી જવાના કારણે શ્વાસ લેવા અને છોડવામાં તકલીફ પડતી હોય છે. જે વ્યક્તિઓને આ સમસ્યા થાય છે તેને તરત જ કોઈ ચોક્કસ ઉપચારની જરૂર પડે છે અન્યથા તેના પરિણામ ભયંકર હોઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સાત એવા ઘરેલુ નુસખા કે જેના દ્વારા તમે અસ્થમા અને શ્વાસ સંબંધી સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકશો.

અસ્થમાના ઘરેલું ઉપચાર

લીંબુ

લીંબુ અસ્થમાના દર્દીઓને અંદરથી મજબૂત કરે છે. સાથે સાથે શ્વાસ ચડવાની સમસ્યાને પણ અટકાવે છે આ માટે ભોજન સમયે તમારે એક ગ્લાસ પાણીની અંદર લીંબુનો રસ મેળવી અને તેને પીવું જોઈએ. આમ કરવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે.

મધ

અસ્થમાની સમસ્યામાં મધ એ એક ખૂબ જ કારગર ઘરેલુ ઉપચાર સાબિત થાય છે. અસ્થમાના દર્દીઓને નાકની વચ્ચે ની જગ્યાએ મધ રાખવામાં આવે તો શ્વાસ લેતી વખતે આ મધ તેના શરીરમાં અંદર ખેંચાય છે. જેથી કરીને આવા દર્દીઓને અસ્થમાની સમસ્યામાંથી રાહત મળે છે.

અંજીર

અંજીર પણ અસ્થમાના દર્દીઓને રાહત આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અંજીરનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલા બધા જ કપ શરીરની બહાર નીકળી જાય છે. જેથી કરીને અસ્થમાના દર્દીઓને રાહત મળે છે.

કારેલાના મૂળ

કારેલાના મૂળમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે, જે અનેક પ્રકારની બીમારીઓ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. અસ્થમાના દર્દીઓ માટે કારેલાના મૂળને પીસી તેટલી જ માત્રામાં તેની અંદર મધ ભેળવી અને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. આ મિશ્રણને રાત્રીના સમયે સેવન કરવું હિતાવહ રહે છે.

સરગવાના પાન

સરગવાના પાન અનેક પ્રકારની બીમારીઓ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. અસ્થમાના દર્દીઓ માટે જો સરગવાનાં પાનને પાણીની અંદર ઉકાળી લઇ તેનો સૂપ બનાવી તેનું સેવન કરવામાં આવે તો અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. આ સુખ ની અંદર તેનો સ્વાદ વધારવા માટે તમે સ્વાદ અનુસાર મીઠું અને તીખા ની ભૂકી પણ ઉમેરી શકો છો.

લસણ

અસ્થમાના દર્દીઓ માટે લસણ ખૂબ જ પ્રભાવશાળી ઔષધી સાબિત થાય છે આ માટે લગભગ 10 લસણની કળીઓને 30ml દૂધની અંદર ઉકાળી લો. રોજ જો આ મિશ્રણનું એક વખત સેવન કરવામાં આવે તો અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. સાથે સાથે અમુક સમય બાદ આ રોગમાંથી કાયમી માટે છુટકારો પણ મળી શકે છે.

આદુ

આદુવાળી ચા શરીરની અંદર રહેલા બધા જ કફને બહાર ફેંકી દેવા માટે મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ ઉપરાંત અસ્થમાના દર્દીઓ પાણીની અંદર થોડું આદુ ઉકાળી તેની અંદર થોડું મધ મેળવી અને તેનું સેવન કરે તો તેને ઘણી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here