ફાટેલી એડીઓ ઉપર લગાવો હિંગ માંથી બનેલો આ નુસખો, રાતોરાત દેખાશે તેની અસર

0
20422

થોડા જ સમયમાં શિયાળાની ઋતુ શરૂ થવાની છે. શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને પગની એડીઓ ફાટવાની સમસ્યા સર્જાતી હોય છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આ સમસ્યા વધુ માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત પગની એડીઓ ફાટવા પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેની અંદર વારંવાર માટીના સંપર્કમાં આવવા ના કારણે પણ આ સમસ્યા વધુ સર્જાઈ શકે છે. આપણે આપણા શરીરના અન્ય ભાગો જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું ધ્યાન આપડી પગની એદીઓનું રાખતા નથી અને આથી જ પગની એડીઓ ફાટવાની સમસ્યા ને આપણે ગંભીર સમસ્યા સમજતા નથી. પરંતુ જો યોગ્ય રીતે ખ્યાલ રાખવામાં આવે તો પગની એડીઓ ફાટવાની  સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો ઉપાય કે જેના દ્વારા તમે પગની એડીઓ ફાટવાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

કઈ રીતે બનાવશો આ નુસખો?

આ નુસખો બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ ની અંદર લીમડાનું તેલ લઇ તેની અંદર હિંગની બારીક પેસ્ટ ઉમેરી દો. ત્યારબાદ આ બંને વસ્તુને બરાબર ભેળવી લઈ અને પગ ના તળિયા ની અંદર લગાવી લો. ત્યારબાદ પગ ના તળિયા માં પોલીથીન ની કોથળી પહેરી લો. ત્યારબાદ આખી રાત સુધી આ પેસ્ટને પોતાનું કામ કરવા દો. સવારે ઊઠીને જ્યારે તમે જોશો કે તરત જ તમને તેની અંદર ફાયદો થયેલો જોવા મળશે અને સાથે સાથે ફાટેલી એડીઓની અંદર થતા દુખાવામાં પણ રાહત મળે છે.

આ નુસખાઓ પણ છે કારગર

  • મધ કુદરતી રીતે જ તમારી ત્વચાને નરમ બનાવે છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આથી જ ફાટેલી એડીઓની અંદર મધ લગાવવાના કારણે તમને તેની અંદર થતા દુખાવામાં રાહત મળે છે. આ માટે અડધા કપ જેટલા મધ ને એક ડોલ ગરમ પાણીની અંદર ઉમેરી ત્યારબાદ તમારા પગને 20 મિનિટ સુધી તેની અંદર રાખી દો. આમ કરવાથી ફાટેલી એડીઓની અંદર રાહત મળે છે.

 

  • ગ્લિસરીન અને ગુલાબજળ અને સાથે ભેળવી તેની અંદર પગની એડીઓ રાખવામાં આવે તો તેના કારણે ફાટેલી એડીઓની સમસ્યામાં રાહત મળે છે. આની અંદર તમે લીંબુ અને મીઠું પણ મેળવી શકો છો. આમ કરવાથી પગના એડિયોની અંદર રહેલા કાળા ડાઘા પણ સાફ થઈ જાય છે.

 

  • પગની ફાટેલી એડીઓ ને સાજી કરવા માટે તમે તેની અંદર પાકેલા કેળા નો છૂંદો લગાવી શકો છો. આ લગાવ્યા બાદ વીસ મિનિટ સુધી રાખી મૂકો અને ત્યારબાદ તમારા પગને બરાબર ધોઈ લો. આમ કરવાથી ફાટેલી એડીઓની સમસ્યામાંથી રાહત મળે છે.

 

  • ફાટેલી એડીઓ ને ઠીક કરવા માટે તમે વેક્સ અને નારીયલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાના કારણે તમારા પગની એડીઓ માં કોઈપણ પ્રકારનો દુખાવો થતો હોય તો તેમાંથી પણ રાહત મળે છે.

  • ફાટેલ પગની એડીઓને ઠીક કરવા માટે એરંડિયાનું તેલ પણ ખુબ જ ઉપયોગી સાબીત થાય છે. પગને ગરમ પાણીથી બરાબર સાફ કરી તેની અંદર એરંડિયા નું તેલ લગાવવાના કારણે પગની એડીઓ ફાટવાની સમસ્યામાંથી રાહત મળે છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

■ ભૂલથી પણ ન પીવું જોઈએ ફ્રીજનું પાણી, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.

■ પ્રેગ્નન્સી દરમ્યાન તુલસીનું સેવન અવશ્ય કરો, થશે આ અનેક ફાયદાઓ.

■ અખરોટ ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ શરૂ કરી દેશો ખાવાનું.

■ આ રીતે કરો જીરૂનો પેટની દરેક બીમારીઓ, લોહીની ઉણપ, કબજિયાત થશે દૂર, તેમજ શુગરનું લેવલ જાળવી રાખશે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here