આ છે એપેન્ડિક્સ થવાનું મુખ્ય કારણ. લક્ષણો જાણી કરો આ રામબાણ ઇલાજ.

0
6669
આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

આપણા પાચન તંત્ર ની અંદર જે જગ્યાએ નાનું આંતરડું અને મોટું આંતરડું એકબીજા સાથે મળે છે તે જગ્યાએ એક ત્રણથી નવ ઇંચ લાંબો છેડાનો ભાગ હોય છે. જેને આંતર પૂછ કહેવામાં આવે છે, અને જ્યારે પાચનતંત્ર ના આ ભાગ ની અંદર દુખાવો, સોજો અથવા તો બળતરા ઉત્પન્ન થાય તેને એપેન્ડિક્સની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ ના લક્ષણો શરૂઆતમાં ખૂબ ઓછા હોય છે. પરંતુ ધીમે ધીમે કરીને તેના લક્ષણો વધતા જાય છે.

એપેન્ડિક્સ થવાનું કારણ અને લક્ષણો.

જ્યારે આપણું નાનું આતરડુ મોટા આતરડા સાથે જોડાઈ છે તે જગ્યાએ સંક્રમણ થવાના કારણે ત્યાં ખૂબ જ દુખાવો થાય છે, અને ત્યાં એક જેરી તરલ પદાર્થ પેટના ભાગમાં પહોંચી અને ત્યાં સોજો ઉત્પન્ન કરે છે. આ રોગની અંદર સૌથી પહેલા આપણી નાભિની આસપાસ ના જગ્યામાં ખૂબ વધુ દુખાવો થાય છે, અને સમયે સમયે આ દુખાવાનું સ્થાન બદલાતું રહે છે. આ સમસ્યામાં દુખાવો એટલો બધો વધારે હોય છે કે વ્યક્તિ હલી પણ શકતો નથી, અને હાલવા ચાલવામાં તથા હાથ પગ હલાવવા માં પણ ઘણો બધો દુખાવો થતો હોય છે.

એપેન્ડિક્સની સમસ્યાના કારણે પેટના ડાબા ભાગની માસપેશીઓ એકદમ સખત બની જતી હોય છે. સાથે સાથે રોગીને કબજીયાત અથવા તો જાડા ની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યાના કારણે શરીરમાં સ્વેતકણો ની સંખ્યા ખૂબ વધુ માત્રામાં વધી જતી હોય છે, અને સાથે સાથે આ સમસ્યાના કારણે ઉત્પન્ન થતો દુખાવો ઘણા કલાકો સુધી રહી શકે છે.

એપેન્ડીક્ષના રામબાણ ઈલાજ.

જે વ્યક્તિને એપેન્ડિક્સ ની સમસ્યા થઈ હોય તે વ્યક્તિને ક્યારેય પણ જુલાબ ન આપવો જોઈએ. જો જરૂર જણાય તો ગરમ પાણી એક થેલીની અંદર ભરી અને તેના દ્વારા જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ શેકવૂ જોઈએ. સાથે-સાથે તેને તકિયાના ટેકે બેસાડવાથી પણ આ દુખાવો ઓછો થઇ શકે છે.

એપેન્ડિક્સ નાં દર્દીઓ માટે સોયાબીનના લીલા પાન નો રસ નિચોવી અને તેને બરાબર પકાવી લો. ત્યારબાદ 100 ml જેટલા આ રસ ની અંદર 50 ml જેટલો દાડમનો રસ ભેળવી અને તેનું સવાર-સાંજ સેવન કરવાથી દુખાવામાં ઘણી રાહત મળે છે.

એપેન્ડિક્સની સમસ્યામાંથી રાહત મેળવવા માટે અડદના 250 ગ્રામ લોટમાં મીઠું, હિંગ, સૂંઠ અને સોયાબીનના બીજને પાંચ ગ્રામ જેટલી માત્રા ની અંદર ભેળવી અને ત્યારબાદ આ લોટને બકરીના દૂધથી બરાબર ગુથી લો, અને ત્યારબાદ તેની એક મોટી રોટલી બનાવી અને તેને બરાબર એક સાઇડથી પકાવી લો. ત્યારબાદ તેમાં એરંડિયા નું તેલ બરાબર ચોપડી લઇ અને જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ ગરમાગરમ બાંધી દો. આમ કરવાથી એપેન્ડિક્સની સમસ્યામાં રાહત મળે છે.

જો દર્દીને તીવ્ર દુખાવો થતો હોય તો તેવી પરિસ્થિતિમાં ઉપવાસ કરવો જોઇએ, અને જ્યારે તરસ લાગે ત્યારે ખૂબ ઓછી માત્રામાં થોડું-થોડું પાણી પીવું જોઈએ, અને આ દુખાવાને દૂર કરવા માટે થોડા દિવસો સુધી સંતરાનો રસ પીવો જોઈએ. આ ઉપરાંત દૂધ અને ગ્લુકોઝ જેવા તરલ પદાર્થો વધુ માત્રામાં આપવા અને બને ત્યાં સુધી વજનદાર વસ્તુઓ ખાવાથી દૂર રહેવું.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here