જાણો શું છે અંજીર? અંજીર ખાવાના ફાયદા અને નુકસાન, આ છે સેવન કરવાની સાચી રીત.

0
6305

અંજીર એ એક પ્રકારનું ફળ છે. જેને સામાન્ય રીતે લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાતા હોય છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે તમારા શરીરની અંદર રહેલા દરેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

કઈ રીતે ખાશો અંજીર?

સામાન્ય રીતે મોટા ભાગના લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે હકીકતમાં અંજીર કઈ રીતે ખાઈ શકાય? તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આપના આ પ્રશ્નનો ઉત્તર. સામાન્ય રીતે અંજીરને તાજા ફળ સ્વરૂપે પણ ખાઈ શકાય છે. બીજી રીતે આ અંજીરના ફળને સૂકવીને પણ ખાઈ શકાય છે, અને જ્યારે અંજીર સુકાઈ જાય છે ત્યાર બાદ તેના સ્વાદમાં વધારો થઈ જાય છે. જો અંજીરને યોગ્ય સમયે ખાવામાં આવે તો તેના કારણે તેનો ફાયદો આપણા શરીરને વધુ માત્રામાં મળે છે.

અંજીર ખાવાનો સાચો સમય

સામાન્ય રીતે અંજીરનું સેવન ફ્રુટ ની જેમ કોઈ પણ સમયે કરી શકાય છે. પરંતુ અંજીર ખાવા માટેનો શ્રેષ્ઠ સમય જો કોઈ હોય તો તે છે સવાર નો સમય. જો સવારના સમયે અંજીરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેનો સૌથી વધુ ફાયદો મળે છે. જો કોઈપણ રોગના ઉપચાર માટે અંજીરનું સેવન કરવામાં આવતું હોય તો થયેલા રોગના આધારે આ અંજીર ખાવાના સમયમાં થોડોઘણો ફેરફાર થઇ શકે છે.

અંજીર ખાવાના ફાયદા

અંજીરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી પાચનશક્તિ મજબૂત બને છે. જેથી કરીને તમને કબજિયાત અને અપચા જેવી પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તમે અંજીરનું સીધું જ સેવન કરી શકો છો અથવા તો આ અંજીરને પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે પણ તેનું સેવન કરી શકો છો.

હરસના દર્દીઓ માટે પણ અંજીરનું સેવન ખૂબ જ લાભકારી સાબિત થાય છે. હરસના દર્દીઓને કબજીયાતમાંથી છુટકારો મેળવવા માટે પાણીમાં પલાળેલા અંજીરનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

શરીરની કમજોરીને દૂર કરવા માટે અંજીર એ સર્વશ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. અંજીરની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે, અને તમારી શરીરની શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જો દૂધની સાથે અંજીરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારી શારીરિક શક્તિ મજબૂત બને છે.

વજન વધારવા માટે પણ અંજીર ખૂબ જ લાભકારી ગણવામાં આવે છે. જો દૂધની સાથે અંજીર પલાળી તેનું સવારમાં સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના વજનમાં વધારો થાય છે, અને તેના શરીરમાં નવું લોહી બને છે.

અંજીર ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આથી જ તેનું સેવન કરવાથી તમારા ત્વચાને લગતી દરેક સમસ્યાઓમાં થી છુટકારો મળે છે. તમારા સ્કિનને લગતી જો કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેના માટે અંજીરનું સેવન ખૂબ જ લાભકારી ગણવામાં આવે છે.

આ ઉપરાંત અંજીરનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ રામબાણ ઇલાજ સાબિત થાય છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે અંજીરનું સેવન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

અંજીરનું સેવન કરવાથી તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે અને આથી જ તમારા શરીરની અંદર રહેલો બધો જ ખરાબો અને ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે. આ ઉપરાંત અંજીર ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરી, તમારા વજનને કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની માંસપેશીઓ અને હાડકાઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિઓને સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત અંજીર ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમારા શરીરમાં નવું લોહી બનાવે છે અને હિમોગ્લોબિનની માત્રાને જાળવી રાખે છે.

અંજીર ખાવાના નુકસાન

જો અંજીરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તે આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ જો આ જ અંજીરનું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે તે આપણા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે અંજીર ગરમ તાસીર નું હોય છે, અને આથી જ વધુ માત્રામાં અંજીરનું સેવન તમારા શરીરની ગરમી માં વધારો કરી દે છે. જે તમારા નાકમાંથી લોહી નીકળવાની સમસ્યાને પણ નોતરી શકે છે.

અંજીરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, અને આથી જ જો તેનું જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને ઝાડા ઉલટીની સમસ્યા સર્જાઈ શકે છે. આ ઉપરાંત તે ખાવામાં વધુ ભારે હોવાથી વધુ માત્રામાં અંજીરનું સેવન તમારા આતરડા અને પેટની અંદર દુખાવો ઉત્પન્ન કરી શકે છે. જો વધુ માત્રામાં અંજીરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા લીવરમાં પણ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here