ફાયદો જ નહિ નુકસાન પણ પહોંચાડી શકે છે અળસી, ખાવામાં રાખો આ ધ્યાન.

0
17595

આપણે દરેક લોકો જાણીએ છીએ કે અળસી એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. અળસી ની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ જો આ અળસીનો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તેના ફાયદા પહોંચવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. જો અળસીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તમને તેના લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આપણે ત્યાં કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયેત જો કોઇ પણ વસ્તુને જરૂર કરતાં વધુ માત્રા ની અંદર લેવામાં આવે તો તેના કારણે તેનું નુકસાન પણ થઈ શકે છે.

અળસી પણ એ એક એવી વસ્તુ છે કે જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રાની અંદર સેવન કરવામાં આવે તો અને માત્ર તો જ તેનો લાભ આપણા શરીરને મળે છે. જો અળસીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તે તમારા ખરતા વાળ, વજન ઘટાડવામાં, ગર્ભવતી મહિલાઓ માટે અને તમારા હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે અળસીનું સેવન તમારા માટે થઈ શકે છે લાભકારી.

આ રીતે કરો અળસીના બીજનું સેવન

જો કોઈ પણ વસ્તુને આપણે આપણા સ્વાસ્થ્ય સુધારવા માટે સેવન કરતા હોય તો હંમેશાં એ માટે તેને નિયમ અનુસાર ખાવી જોઈએ સામાન્ય રીતે આપણે કાચી પણ ખાઈ શકીએ છીએ. પરંતુ તેનો સ્વાદ વધારવા માટે જો અળસીના બીજને અંદાજે પાંચ મિનિટ સુધી શેકી લેવા માં આવે તો તેના કારણે તેના સ્વાદમાં વધારો થઈ જાય છે. ત્યાર બાદ તમે તેને આખેઆખી અથવા તો તેનો પાવડર પણ ખાઈ શકો છો.

 

શા માટે અળસી છે નુકસાનકારક

જો યોગ્ય માત્રામાં અળસીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રા ની અંદર અળસીનું સેવન કરી લેવામાં આવે તો તેના કારણે તમને લુઝ મોશન ની સમસ્યા થઈ શકે છે.

આતરડામાં બ્લોકેજ

એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો પૂરતા પ્રમાણમાં પ્રવાહી લીધા વગર જ અળસીનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા આતરડા ની અંદર બ્લોકેજ થઇ શકે છે.

એલર્જીની સમસ્યા

જો જરૂર કરતાં વધુ માત્રામાં અળસીનું સેવન કરવામાં આવે તો વ્યક્તિઓને એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. જેની અંદર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને સાથે સાથે બ્લડપ્રેશરની અંદર પણ ઝડપથી વધારો ઘટાડો થઈ શકે છે.

પ્રેગનેન્ટ મહિલાઓ

અળસીના બીજ ઇસ્ટ્રોજન તરીકે કામ કરે છે આથી જો નિયમિત રૂપે અળસીનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે મહિલાઓને પીરિયડ સાઇકલની અંદર પણ બદલાવ થઈ શકે છે. આ ઉપરાંત મહિલાઓને અને પ્રકારના હોર્મોન્સમાં ફેરફાર થઈ શકે છે. પ્રેગનેટ મહિલાઓએ પણ ક્યારેય પણ અળસીના બીજનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. કેમ કે આમ કરવાથી તેના અને તેના બાળકો પર તેની ખરાબ અસર થઈ શકે છે.

આમ અળસી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તેને પર્યાપ્ત માત્રામાં લેવામાં આવે તો જો તેને જરૂર કરતાં વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કારણે તે તમારા માટે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here