આ નાના એવા ફળના મોટા મોટા ફાયદાઓ જાણીને તમે પણ રહી જશો દંગ

0
5983

નમસ્કાર મિત્રો આજે અમે આપને એક એવા ફળ વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જે દેખાવમાં તો ખુબજ નાનું છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. અમે જે ફળ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ફાલસા. મોટે ભાગે તે બગીચાની અંદર જોવા મળે છે અને તે ઉત્તર ભારતની અંદર ઉગાડવામાં આવે છે.

સામાન્ય રીતે ફાલસાના ઝાડની છાલ નો અને તેના ફળનો ઔષધિ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરને અનેક પ્રકારના ઈંફેક્શનથી બચાવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી જેવા તત્વો હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો પૂરા પાડે છે.

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર કાચા ફાલસા આસાનીથી પચતા નથી, અને ખાવામાં તે કળસા હોય છે. જો કોઈપણ વ્યક્તિને ઝાડા થયા હોય તો કાચા ફાલસા ખાવાના કારણે તે તરત જ બંધ થઈ જાય છે. કાચા ફાલસા ખાવાના કારણે શરીરની અંદર પિત્તમાં વૃદ્ધિ થાય છે અને આથી જ કાચા ફળ વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર ફાલસાનું ફળ સ્વાદમાં મીઠું હોય છે. તેનું સેવન કરવાના કારણે શરીરને ઠંડક પહોંચે છે. પાકેલું ફળ ખાવાના કારણે આપણા શરીરની અંદર થતા અનેક પ્રકારના રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. આ ફળનું સેવન તમને પેટમાં થતી બળતરા તમારા રક્ત ને સંબંધી અનેક પ્રકારના વિકારો તાવ વાત અને ક્ષય જેવી બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ ફળની તાસીર ઠંડી હોવાના કારણે તેનું સેવન આપણા શરીરની અંદર કોઈપણ ભાગમાં થતી બળતરા માંથી છુટકારો અપાવી શકે છે.

ફાલસાના અદભુત ફાયદાઓ

ગુમડાને કરી દેશે ઠીક

ફાલસાનું સેવન ગરમીમાં થનારા નાના-નાના ફોડકા અને ગુમડા ને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે આ ફળના ઝાડની છાલ પણ ગરમીના કારણે થતી અરાયુ ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

લૂથી બચવા

ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે આ ફળનું સેવન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ ફળનું સેવન કરવાના કારણે વ્યક્તિઓને ઉનાળામાં જ્યારે લુ લાગવાના કારણે કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો તેમાંથી પણ છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

પેટના દુઃખાવામાં

ફાલસાનું સેવન તમારા પેટને લગતી દરેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. પેટના કોઈપણ પ્રકારના દુખાવા ના ઈલાજ માટે ૩ ગ્રામ જેટલા અજમા અને 25થી 30 ગ્રામ જેટલા ફાલસાના રસને મિક્સ કરી બરાબર ગરમ કરો, અને ત્યારબાદ તે મિશ્રણને પીય જાવ. આમ કરવાથી પેટમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાંથી છુટકારો મળી શકે છે.

શ્વાસની સમસ્યા

આ ફળનું સેવન શ્વાસને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. ફાલસાનું સેવન તમને કફ,  હેડકી અને સ્વાસ ને લગતી કોઈપણ પ્રકારની બીમારી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે તમે આ ફળ ના ગરમ રસની અંદર થોડું આદુ અને સિંધવ મીઠું ઉમેરી પી જાવ. આમ કરવાથી તમને શ્વાસને લગતી દરેક સમસ્યામાં રાહત મળશે.

હદયની દુર્બળતા

હદયની કોઈપણ પ્રકારની દુર્ભળતાને દૂર કરવા માટે 10 ગ્રામ જેટલા પાકેલા ફાલસા, પાંચ આખા તીખા એક ચપટી જેટલું સિંધવ લઇ બરાબર પીસી લો. ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું પાણી અને થોડો લીંબુનો રસ ભેળવી થોડા દિવસો સુધી નિયમિત રૂપે તેનું સેવન કરવાના કારણે તમારા હદયની કોઈપણ પ્રકારની દુર્બળતા દૂર થઈ જાય છે.

યાદ શક્તિ વધારવા

ફાલસાનું સેવન તમારી યાદ શક્તિ વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કેમ કે, ફાલસાની અંદર રહેલું વિટામિન સી તમારા મસ્તકની અંદર પૂરતા પ્રમાણમાં લોહી પહોંચાડે છે. જેથી કરીને તમારી યાદ શક્તિ વધે છે.

શરીરની બળતરા દૂર કરવા

જો શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય તો તેના માટે ફાલસાના ફળ માંથી બનેલું સરબત પીવાના કારણે શરીરમાં થતી બળતરા દૂર થઈ જાય છે. આ ઉપરાંત પાકેલા ફળને સાકર સાથે ખાવાથી પણ તમારા શરીર ની અંદર થતી કોઈપણ પ્રકારની બળતરામાં રાહત મળે છે.

લોહીની ઉણપને દુર કરવા

જો કોઇપણ વ્યક્તિના શરીરની અંદર લોહીની ઊણપ સર્જાતી હોય અથવા તો તેને એનેમિયા ની સમસ્યા હોય તો તેવા વ્યક્તિઓ માટે ફાલસા ફળ ઉપયોગી સાબિત થાય છે. આ ફળની અંદર ભરપૂર માત્રામાં આયર્ન તત્વ હોય છે, જે તમારા શરીરની અંદર નવું લોહી બનાવે છે, અને તમારા શરીરની અંદર થતી લોહીની ઉણપને દૂર કરે છે.

દૂષિત મળને બહાર ફેંકવા

ફાલસાના ફળની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલ દૂર થઈ જાય છે. જેથી કરીને તમને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here