હથેળીમાં છે સૂર્ય પર્વત તો જીવનમાં મળશે માન-સન્માન

0
7739

હથેળી ની અંદર રહેલી રિંગ ફિંગર એટલે કે ત્રીજી આંગળીની નીચે સૂર્ય પર્વત હોય છે. જે વ્યક્તિઓની હથેળી ની અંદર સૂર્ય પર્વત અન્ય પર્વતો કરતાં વધુ ઉપસેલો હોય અને ખૂબ સાફ રીતે જોઈ શકાતો હોય તે વ્યક્તિઓ પોતાના જીવનમાં ઊંચા પદ સુધી પહોંચી શકે છે.અને સમાજની અંદર માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે.

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જાણો સૂર્ય પર્વતથી જોડાયેલી અમુક ખાસ વાતો

 • જે લોકોની હથેળીમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય તે વ્યક્તિઓ દેખાવમાં ખૂબ સુંદર અને સ્વસ્થ હોય છે.
 • જે વ્યક્તિની હથેળીમાં સૂર્ય પર્વત વધુ ઉપસેલો હોય તે વ્યક્તિ આશાવાદી હોય છે અને દરેક કાર્ય ની અંદર સકારાત્મક વલણ ધરાવતા હોય છે.
 • અન્ય પર્વતોની સાપેક્ષમાં સૂર્ય પર્વત જો વધુ ઉપસેલો હોય તો તે વ્યક્તિ વધુ બુદ્ધિમાન હોય છે અને આવા વ્યક્તિઓને દરેક વસ્તુનો શોખ હોય છે.

 • જો કોઇપણ વ્યક્તિની હથેળીમાં રહેલો સૂર્ય પર્વત ચપટો હોય તો તે વ્યક્તિ જીવનની અંદર વધુ માત્રામાં અસફળ થાય છે અને તેને સફળતા મેળવવા માટે ખાસ મહેનત કરવી પડે છે.
 • સૂર્ય પર્વત ની ખરાબ સ્થિતિના આધારે વ્યક્તિને હૃદય સંબંધી અનેક પ્રકારની બીમારીઓ થવાની સમસ્યા વધી શકે છે.
 • જો કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલ સૂર્ય પર્વત અશુભ સ્થાન પર હોય તો તે વ્યક્તિને લૂ લાગવાની સમસ્યા રહી શકે છે

 • સૂર્ય પર્વત ની શુભ સ્થિતિના આધારે વ્યક્તિને કળા અને સાહિત્ય પ્રત્યે વધુ સારી સફળતા મળે છે.
 • જે લોકોના હાથમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય તે બહુમુખી પ્રતિભા ધરાવતા અને ધનવાન વ્યક્તિ હોય છે અને આ પ્રકારના લોકો અનેક પ્રકારના વિવિધ કાર્યો કરવામાં માહિર હોય છે.
 • જે વ્યક્તિના હથેળીમાં સૂર્ય પર્વત ઉપસેલો હોય તે વ્યક્તિઓ પોતાના જીવનમાં દરેક કાર્યને કુશળતાથી કરે છે અને તેની અંદર તે કામયાબ થાય છે…

 • શુભ સૂર્ય પર્વત ના કારણે વ્યક્તિ જીવનમાં ધાર્મિક કાર્યો ની અંદર વધુ રુચિ દાખવે છે .આવા લોકો કટ્ટરવાદી હોતા નથી અને બીજા લોકોની વાત પણ ખૂબ શાંતિથી સાંભળે છે..
 • આમ જો તમારા હાથની હથેળીમાં ત્રીજી આંગળી ની નીચે જે ઉપસેલો ભાગ છે તેને સૂર્ય પર્વત કહેવામાં આવે છે. અને આ સૂર્ય પર્વત ની શુભ અશુભ સ્થિતિ અને તેના ઉભાર ના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર કેટલો યશ પ્રાપ્ત કરી શકશે. અને કેવા પ્રકારની પ્રતિભા કેળવી શકે તેના વિશે જાણી શકે છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here