શરીરની કોઈપણ પ્રકારની અકડન ને દૂર કરવા માટે માત્ર પાંચ મિનિટ સુધી દબાવો કાનના આ પોઈન્ટને.

0
7884

ઘણી વખત આપણે અનુભવતા હોઈએ છીએ કે આપણી માંસપેશીઓ જકડાઈ જતી હોય છે, અને જ્યારે આપણું શરીર હલનચલન પામે કે તરત જ તેની અંદર દુખાવો શરૂ થઇ જતો હોય છે. જ્યારે આપણા શરીરની અંદર આવું કોઈ દુખાવો થાય છે, ત્યારે ઘણા લોકો તેને સામાન્ય બાબત સમજી અને ઇગ્નોર કરી દેતા હોય છે. પરંતુ શરીર ની અંદર થતી આવી અકડન અથવા તો દુખાવાના ઘણાં કારણ હોઇ શકે છે. શરીરની અંદર થતા આ દુખાવા મગજના અનેક પ્રકારના રોગો થવાનું કારણ બની શકે છે.

કારણો

ઓફિસ અથવા તો ઘરેલું કામ

ક્યારેક ક્યારેક આપણે ઓફિસે અથવા તો ઘરે વધુ કામ કરવાના કારણે લગાતાર ખુરશી ઉપર બેસવું પડે છે, અથવા તો ઉઠક બેઠક કરવી પડતી હોય છે. જેથી કરીને આપણા સ્નાયુઓ અકળાઈ જતા હોય છે.

વધુ કસરત

જો કોઈ પણ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધુ માત્રા ની અંદર કસરત કરી નાખે તો પણ તેની માસપેશીઓ ની અંદર દુખાવો થવા લાગે છે. આથી જ ક્યારેય પણ કસરત કરવાની શરૂ કરીએ ત્યારે શરૂઆતમાં ધીમે ધીમે એક્સરસાઇઝ કરવી જોઈએ, અને આપણી બધી જ એક્સરસાઇઝ પતી જાય ત્યાર બાદ પણ અમુક સામાન્ય એક્સરસાઇઝ કરવી જોઈએ, કે જેથી કરીને આપણી માંસપેશીઓને આરામ મળી જાય.

ઠંડુ વાતાવરણ

ઘણી વખત સતત ઠંડા વાતાવરણના કારણે પણ આપણી માંસપેશીઓ ની અંદર દુખાવો થતો હોય છે, અને ઘણા લોકોને સાંધાની સમસ્યા પણ સર્જાતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે માંસપેશીઓની આસપાસ હળવી માલિશ કરી શકો છો, અને સાથે સાથે સામાન્ય એક્સરસાઇઝ કરી અને ગરમ કપડા દ્વારા શેક કરવાથી પણ આ સમસ્યા દૂર થઈ શકે છે.

નસ ચડી જવી

ઘણી વખત આપણા શરીરની અંદર માંસપેશીઓની વચ્ચે રહેલી અંદર નસો એકબીજા ઉપર ચડી જતી હોય છે, અને આથી જ તેની અંદર દુખાવો શરૂ થઇ જાય છે. આવી પરિસ્થિતિ ની અંદર ઠંડા વાતાવરણથી દૂર રહેવું જોઈએ, અને સાથે સાથે યોગ્ય માત્રામાં પૌષ્ટિક ભોજન અને પૂરતું પાણી પીવું જોઈએ. વધુપડતી એક્સરસાઇઝ ન કરવી જોઈએ કે જેથી કરીને આ સમસ્યામાં વધારો ન થાય.

ખોટી શારીરિક સ્થિતિ

ઘણી વખત આપણા બેઠવા ઉઠવા અથવા તો સુવાની ખોટી ટેવના કારણે આપણી માંસપેશીઓ ની અંદર દુખાવો થતો હોય છે. આવી પરિસ્થિતિની અંદર યોગ સૌથી ઉત્તમ ઉપાય સાબિત થાય છે.

અકળ દૂર કરવાના ચમત્કારી ઉપાય

જો શરીરની અંદર કોઈપણ જગ્યાએ માંસપેશીમાં આ પ્રકારનો દુખાવો થતો હોય તો, તેને દૂર કરવા માટે સોના, ચાંદી અથવા તો તાંબાના વાસણ ની અંદર ભરેલું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે તમારા કાનની બુટમાં ફોટા માં બતાવ્યા પ્રમાણે ના બિંદુ ઉપર ધીમે ધીમે દબાવવાથી દુખાવામાં રાહત મળે છે.

આ માટે ફોટા માં બતાવ્યા પ્રમાણે ના બિંદુ પર તમારી આંગળી લઈ જઈ અને ત્યાં તમારી આંગળી વડે પાંચથી આઠ સેકન્ડ સુધી સતત ધીમુ દબાણ આપો, અને ત્યારબાદ છોડી દો. આ પ્રક્રિયા અંદાજે પાંચથી દસ મિનિટ કરવાથી જ તમારી માંસપેશીઓની દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

1. આ ઉપરાંત અખરોટના તેલની માલિશ કરવાથી પણ તમારા પગની માંસપેશીઓ ની સમસ્યા દૂર થઈ જાય છે.

2. અરડુસી ના ફુલ અથવા તો ફળ ને તેલ માં બરાબર પકાવી લઈ અને ગાળી લો, અને ત્યાર બાદ એ તેલની પગ પર માલીશ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

3. Accord દૂર કરવા માટે સરસવનાં તેલને ગરમ કરીને તેની માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.

4. કોઈપણ જગ્યાએ માંસપેશીમાં અથવા તો સાંધામાં દુખાવો થતો હોય તો તે જગ્યાએ ગરમ પાણી કરી અને તેનો શેક કરવાથી પણ આરામ મળે છે.

5. આ સમસ્યામાંથી તરત જ છુટકારો મેળવવા માટે અજમા અને લસણ અને સરસવના તેલની અંદર ભેળવી ગરમ કર્યા બાદ તેની મસાજ કરવાથી તરત જ રાહત મળે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here