માથાથી લઈને પગ સુધી સરસવના તેલ લગાવવાના છે આ સાત જબરદસ્ત ફાયદાઓ.

0
7049

જ્યારે આપણા ઘરના વડીલોને પૂછવામાં આવે છે ત્યારે તે આપણને શરીર ઉપર તેલ લગાવવાના અનેક ફાયદાઓ વિશે જણાવશે. પહેલાના સમયમાં જ્યારે કોઇ પણ પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સ કે મેકઅપ મળતા ન હતા ત્યારે મોટા ભાગના લોકો પોતાની ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરતા હતા. આ બધા જ તેલનો એક મુખ્ય ફાયદો એ હતો કે તે આજના સમયના બ્યુટી પ્રોડક્ટ્સ ની જેમ કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ કરતા ન હતા. સાથે સાથે તે શરીરને પોષણ પણ આપતા હતા આયુર્વેદ શાસ્ત્ર ની અંદર સરસવનાં તેલને પણ સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક તેલ માનવામાં આવે છે. માથાથી લઈ પગ સુધી સરસવનું તેલ લગાવવાના કારણે તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સરસવ તેલ લગાવવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકારના ફાયદા થાય છે.

કાનમાં સરસવનું તેલ

જે લોકોને વારંવાર કાનમાં દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓ માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દુખાવો થતાની સાથે જ જો કાનની અંદર સરસવનું તેલ નાખી દેવામાં આવે તો તેના કારણે કાનમાં થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

માથામાં સરસવનું તેલ

સરસવના તેલમાં અનેક પ્રકારના વિટામિન્સ મિનરલ્સ અને બીટા કેરોટીન હોય છે. આ ઉપરાંત એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. આથી જ આ તેલને વાળ માટે સૌથી શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. વાળની વિવિધ પ્રકારની સમસ્યાઓ જેવી કે રફ વાળ ડેન્ડ્રફ વાળ ખરવા તથા અન્ય પ્રકારની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે સરસવનું તેલ સૌથી ઉત્તમ સાબિત થાય છે. આ તેલને માથામાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બને છે. સાથે સાથે એકદમ મુલાયમ અને સિલ્કી બની જાય છે.

દાંતમાં સરસવનું તેલ

સરસવનું તેલ દાંત ના દુખાવા અને પાયોરિયામાં પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. દાત મા દુખાવો થતાની સાથે જ દુખાવા વાળી જગ્યાએ સરસવનું તેલ લગાવવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. જો તમને પાયોરિયા ની સમસ્યા હોય તો સરસવના તેલની અંદર સિંધવ નિમક મેળવી દરરોજ તેનાથી માલિશ કરવાથી થોડા દિવસોમાં પાયોરિયા ની સમસ્યા દૂર થઈ જાય છે.

શરીર ઉપર સરસવનું તેલ

સરસવના તેલની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સૂર્યના હાનિકારક યુવી કિરણોથી તથા વાતાવરણના ઝેરી પદાર્થો થી તમારા ત્વચાની રક્ષા કરે છે. સરસવના તેલનો ઉપયોગ તમે સન સ્ક્રીન લોશન તરીકે પણ કરી શકો છો. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારી ત્વચા પર હંમેશા ને માટે સરસવનું તેલ લગાવી લો. આ ઉપરાંત આ તેલ દ્વારા સમગ્ર શરીરની માલિશ કરવામાં આવે તો તેના કારણે સમગ્ર શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ત સંચાર થાય છે. જેથી કરીને તમારી ત્વચા ચમકદાર બને છે સાથે-સાથે ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.

નાભીમાં સરસવનું તેલ

સરસવનું તેલ આપણા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો સરસવના તેલ ને નાભીમાં લગાવવામાં આવે તો તેના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે. સાથે સાથે તમારા ફાટેલા હોઠ પણ સરખા થઈ જાય છે. જો સવાર સવારમાં તમારા નાભીમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના કારણે તમારી ત્વચાને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝર મળી રહે છે.

અસ્થમાના દર્દીઓ માટે

સરસવના તેલની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને સેલેનિયમ ની માત્રા હોય છે. જે અસ્થમાના દર્દીઓ માટે એક પ્રાકૃતિક ઉપચાર નું કાર્ય કરે છે. અસ્થમાના દર્દીઓ સરસવના તેલની છાતી ઉપર માલિશ કરે તો તેના કારણે તેને રાહત મળે છે.

ભૂખ વધારવા માટે

આજના સમયમાં વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાના કારણે લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા વધતી જાય છે. આવામાં જો સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિની ભૂખ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

આમ સરસવનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. આથી જ હંમેશા ને માટે આપણા ઘરમાં સરસવનું તેલ અવશ્ય રાખવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here