ચોમાસાની સિઝનમાં શ્રાપ સમાન છે આ પાંચ બીમારીઓ આ ઘરેલૂ ઉપાયથી કરો બચાવ

0
3916

ચોમાસાની સિઝનમાં ખાસ આ ઘરેલું ઉપચાર કરો 

ચોમાસાની ઋતુમાં આપણું શરીર અન્ય ઋતુઓ કરતાં વધારે નાજુક બની જાય છે, અને આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જેથી કરીને આપણને વિવિધ પ્રકારની બીમારીઓ નો જલ્દીથી શિકાર બની જતા હોઈએ છીએ. વાતાવરણમાં જેમ-જેમ બદલાવ થતો જાય છે તેમ તેમ આ બિમારીઓ ઝડપથી ફેલાતી જાય છે, અને ચોમાસાની ઋતુમાં તાવ શરદી અને ઉધરસ સૌથી વધુ જોવા મળે છે.

શરદી

ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી-જુકામની સમસ્યાઓ છે, સાંભળવામાં આ ખૂબ જ સામાન્ય રોગ લાગે છે. પરંતુ જે વ્યક્તિને આ રોગ થાય છે તે વ્યક્તિને જ હકીકતમાં ખબર પડે છે, કે આ રોગ કેટલો ભયાનક છે. જે વ્યક્તિને શરદી થાય છે તેને માથાનો દુખાવો બંધ નાક ગળામાં દુખાવો ધીમો ધીમો તાવ કળતર વગેરે જેવી અનેક પ્રકારની સમસ્યાઓ એક સાથે થઈ જાય છે, અને વ્યક્તિ તેનાથી પરેશાન થઈ જતો હોય છે શરદીથી બચવા માટે કાળા મરી, તુલસી આદુ અને મધ નો ઉકાળો બનાવી અને તેનું સેવન કરવાના કારણે સૌથી વધુ ફાયદો થાય છે.

વાયરલ તાવ

આ ઋતુમાં સૌથી વધુ વ્યક્તિઓ વાયરલ તાવ ના શિકાર બને છે, તે ઠેર પાણી ભરાવાના કારણે અને ઠેરઠેર વિવિધ પ્રકારની ગંદકી ફેલાવાના કારણે લોકોને વાઇરલ તાવની સમસ્યા સર્જાતી હોય છે, અને જે વ્યક્તિઓને વાયરલ તાવ થાય છે તેવા વ્યક્તિઓને ખાવા-પીવાનું પણ ભાવતું નથી અને તેનું આખું શરીર ડીહાઇટ્રેટ થઇ જતું હોય છે. જો તમને પણ આવા વાઇરલ તાવની સમસ્યા થઈ હોય તો આ તાવ ની અંદર સૌથી વધુ પૌષ્ટિક આહાર લેવો અને સાથે-સાથે વધુ માત્રા ની અંદર પાણી પીવું, જેથી કરીને તમે ડીહાઈડ્રેસન નો શિકાર ન થાઓ.

ગળું ખરાબ થવું

ચોમાસાની ઋતુમાં તાવ અને શરદી ની સાથે જોવા મળતું આ એક સૌથી સામાન્ય રોગ છે, કે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, અને જ્યારે વ્યક્તિઓનું ગડુ ખરાબ થઈ જાય છે ત્યારે વ્યક્તિઓને ખાવામાં પણ પરેશાની થાય છે, અને ત્યારે વ્યક્તિઓએ ગરમ વસ્તુ ખાવા પીવાનું સહારો લેવો પડે છે. ગળાની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરી તુલસી અને લવિંગ માંથી બનાવેલી ચાનું સેવન સર્વશ્રેષ્ઠ સાબિત થશે.

અચાનક આવતી ઉધરસ

ઠેર-ઠેર ગંદકીના કારણે લોકોને કફની સમસ્યા થાય છે અને કફના કારણે લોકોને ઉધરસની સમસ્યા થતી જોવા મળે છે. ઉધરસ એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિઓને નિરાંતે સુવા પણ દેતી નથી. ઉધરસ થી બચવા માટે ઉધરસ અથવા તો એલર્જીની દવા ને ધીમે ધીમે ચૂસી ને ખાવાના કારણે તમને ઉધરસની સમસ્યા માંથી વધુ રાહત મળે છે, અને સાથે સાથે વધુ માત્રા ની અંદર પાણી પણ પીવું જોઈએ.

નિમોનિયા

નિમોનિયા એક એવી બીમારી છે કે જે બેક્ટેરિયા વાયરસ અને ફંગસ બધા જ વસ્તુઓ એક સાથે આપણા શરીર ઉપર હુમલો કરે છે, અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને નાબુદ કરી દે છે.

તો આ હતા ઘરેલું ઉપચારો ચોમાસામાં ધ્યાન રાખવા જેવા, જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

Bornpediaનો આ આર્ટીકલ વાંચવા બદલ આભાર..

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

■ ચુનો ખાશો તો કોમ્પુટરની જેમ મગજ કામ કરશે તથા 70 જેટલા રોગમાં ફાયદાકારક છે.

■ 2 ભીંડા રાત્રે પલાળીને સવારે 7 દિવસ સુધી ખાવાથી જે ફાયદો થાય છે તે જાણીને ડોકટરો પણ હેરાન છે.

■ એસીડીટીથી છુટકારો મેળવવા આ લેખ અચૂક વાંચો.

■ જાવિત્રી ઢીલી ચામડીને યુવાન, હૃદય રોગીને નીરોગી બનાવવામાં ઉપયોગી છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here